સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર ખાતે આવેલ હોટેલ લેન્ડમાર્ક ખાતે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રિટેલર્સ, લારી-ગલ્લા સંચાલકો તથા ફાસ્ટ ફૂડના વેપારીઓ માટે FOSTAC તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. FSSAI, નવી દિલ્હીથી આવેલા ટ્રેનર દ્વારા યોજાયેલી આ તાલીમમાં આશરે ૧૦૦ જેટલા નાના ખાદ્ય વેપારીઓને ખાદ્ય સલામતી તથા સ્વચ્છતા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તાલીમ દરમિયાન વેપારીઓને Food Safety and Standards Act, 2006 હેઠળના કાયદાકીય જોગવાઈઓ તથા ખાદ્ય પદાર્થોના સલામત અને સ્વચ્છ સંચાલન અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વેપારીઓને કેપ, હેન્ડ ગ્લવ્ઝ તથા એપ્રોનનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેથી દૈનિક વ્યવહારમાં સ્વચ્છતા અને ખાદ્ય સલામતીના ધોરણોનું પાલન સુનિશ્ચિત થઈ શકે.

આ પ્રસંગે ડેઝિગ્નેટેડ ઓફિસર સુશ્રી વિદ્યાબેન પટણીએ તમામ સ્ટેકહોલ્ડર્સને તાલીમ દરમિયાન આપવામાં આવેલી ખાદ્ય સલામતી અને સ્વચ્છતા અંગેની માર્ગદર્શિકાનો રોજબરોજની કામગીરીમાં અમલ કરવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમમાં કચેરીના સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર, ફૂડ સેફ્ટી ઓફિસર્સ, ફૂડ સેફ્ટી વાન ટીમ તથા કચેરીના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા

