સાબરકાંઠા જિલ્લામાં જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક દિન એ.પી.એમ.સી.ફાર્મસી કોલેજ કેમ્પસ, મોતીપુરા હિંમતનગર ખાતે શિક્ષણ મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાના વરદ હસ્તે રાષ્ટ્ર ધ્વજને સલામી આપી રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ભવ્ય ઉજવણી કરાઈ હતી. મંત્રીશ્રીએ પોલીસ માર્ચ પાસ્ટની સલામી ઝીલી હતી અને પરેડનું નિરીક્ષણ કર્યું હતું.
આ પ્રસંગે મંત્રી શ્રી એ નાગરિકોને ૭૭ માં પ્રજાસત્તાક દિનની શુભેરછા પાઠવી શહીદ વીરોને શબ્દાંજલિ અર્પી, સાબરકાંઠા જિલ્લાના પાલ દઢવાવ શહીદ વન, ઈડરિયા ગઢ, કોડિયાવાડ ગામ વગેરે સ્થળોના ઐતિહાસિક મહત્વની જાણકારી આપી હતી. જિલ્લાના ખેડૂતોની સિધ્ધિઓ વર્ણવી હતી. ભારતના વિકાસમાં ગુજરાતની ભૂમિકા ગ્રોથ એજન્સી હોવાનું ઉમેર્યું હતું.
વધુમાં તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા થી હમણાં જ ગુજરાતે સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી કરી, વર્ષ 2025 ત્રીવેણી ઔતિહાસિક ઉજવણી કરી જેમાં સરદાર પટેલ ની 150મી જન્મ જયંતી, વંદે માતરમ્ ગીતની રચના ના 150 વર્ષની ઉજવણી અને ધરતી આંબા જન નાયક ભગવાન બિરસા મુંડાની 150 મી જન્મ જયંતીને જન જાતીય ગૌરવ વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું. તેમજ પૂર્વ વડાપ્રધાન શ્રી સ્વ.અટલ બિહારી વાજપેયીજીના જન્મ દિવસને સુશાસન સપ્તાહ તરીકે ઉજવવામાં આવ્યો. નાગરિક કલ્યાણ લક્ષી લોકાર્પણ ખાતમુર્હુત કરવામાં આવ્યા હતા.
વધુમાં તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન શ્રી દ્રારા 2003માં શરૂ કરવામાં આવેલા વાયબ્રન્ટ ગુજરાત આજે વટવૃક્ષ બન્યું છે ત્યારે ગુજરાતમાં રિજીયોનલ કોન્ફરન્સની શરૂઆત થકી કરોડોના એમઓયુ થયા છે.
ગુજરાતના ખેડૂતો માટેની યોજનાઓ, પ્રાકૃતિક ખેતી માટે વિકાસ બોર્ડ, દરિયાઈ વિસ્તારમાં વીજ સુવિધા, સહકારથી સમૃધ્ધિ, શિક્ષણમાં નમો લક્ષ્મી, નમો સરસ્વતી યોજના, મુખ્યમંત્રી અલ્પાહાર યોજના, આરોગ્યની વાત કરતા કહ્યું કે, ગુજરાતને સ્વસ્થ બનવા માટે મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન, સ્વસ્થ નારી સ્વસ્થ પરિવાર, માતા બાળકોના પોષણ માટે વિવિધ યોજનાઓ, વન બંધુ કલ્યાણ યોજના જેવી અનેક યોજનાઓ થકી વિકાસ કર્યો છે.
સ્પોર્ટ્સ સ્ટેડિયમ થકી ખેલ કુદને પ્રોત્સાહન, રમતવીરો માટે સ્પોર્ટ્સ પોલિસી 2025, ગુજરાત પોલીસની દક્ષતા થકી ગુજરાત સૌથી સુરક્ષિત રાજ્ય નો દરજ્જો મેળવ્યો. યાત્રાધામોનો વિકાસ, પર્યટન સ્થળોએ માળખાકીય સુવિધાઓ, પરિવહન માટે શ્રેષ્ઠ સડક વ્યવસ્થા, મોટા શહેરોમાં મેટ્રો ટ્રેનનું માળખા જેવી સુવિધાઓ થકી ગુજરાતના વિકાસને વેગ આપ્યો છે.
આ રાષ્ટ્રીય પર્વમાં વંદે માતરમ્ ગીતની રચનાના ૧૫૦ વર્ષની ઉજવણી નિમિત્તે વંદે માતરમ નું ગાન કરાયું હતું. હિંમતનગર તાલુકાના વિકાસ માટે મંત્રી શ્રીના હસ્તે જિલ્લા કલેકટરશ્રીને રૂ. 25 લાખનો ચેક અર્પણ કરાયો હતો
આ પ્રસંગે મહાનુભવોના હસ્તે જિલ્લાના વિશિષ્ટ સિધ્ધિ મેળવનાર વ્યક્તિનું સન્માન, વિશિષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓ, રમતવીરો વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું. આ રાષ્ટ્રીય પર્વમાં વિદ્યાર્થીઓ ઘ્વારા રાષ્ટ્ર ભક્તિના રંગે રંગાયેલ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા. જેમાં ઓપરેશન સિંદૂરની ભવ્ય સાંસ્કૃતિક પ્રસ્તુતિ થકી વાતાવરણને દેશભક્તિના રંગે રંગ્યું હતું.
પોલીસ વિભાગ દ્વારા ડોગ શો, હોર્સ શો રજૂ કરવામાં આવ્યા હતા. વિવિધ વિભાગો દ્રારા વિવિધ યોજનાઓ દર્શાવતા ટેબલો નિદર્શન કરવામાં આવ્યા. SIR મતદાર યાદી સુધારણા, પોલીસ દ્વારા ટ્રાફિક જાગૃતિ, શી ટીમ , ગ્રામ વિકાસ એજન્સી, રમત ગમત વિભાગ, આદિજાતિ વિકાસ ની ઝાંખી રજૂ કરતો ટેબલો, આરોગ્ય વિભાગ દ્રારા સ્તન કેન્સર, પોષણ જાગૃતિ , યુ.જી.વી.સી.એલ, પ્રાકૃતિક ખેતી, બાલ લગ્ન નાબૂદી, નમો વન , પી.એમ.શ્રી સ્કૂલનો ટેબલોના નિદર્શન નાગરિકોએ નિહાળ્યાં હતા.
આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલ, સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા, સાંસદ શ્રીમતી રમીલાબેન બારા, ધારાસભ્ય વી.ડી. ઝાલા, ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, નાણા પંચના સભ્ય જે.ડી. પટેલ, જિલ્લા કલેકટર લલિત નારાયણ સિંઘ સાંદુ, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, જિલ્લા પોલીસ વડા ડૉ પાર્થરાજસિંહ ગોહિલ, અધિક નિવાસી કલેક્ટર સુશ્રી ક્રિષ્ના વાઘેલા, ગ્રામ વિકાસ એજન્સી નિયામક કે.પી.પાટીદાર, હિંમતનગર પ્રાંત વિમલ ચૌધરી, નગરપાલિકા પ્રમુખ વિમલ ઉપાધ્યાય, જિલ્લાના અગ્રણી કનુભાઈ પટેલ, સુશ્રી કૌશલ્યા કુંવરબા, વિજય પંડ્યા, સહિત અધિકારીઓ વિધાર્થીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં સહભાગી બન્યા હતા.
