સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ફતેપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં ગામના ઉત્સાહી યુવાનો, સમાજસેવી વ્યક્તિઓ તેમજ આરોગ્ય વિભાગની ટીમે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ રક્તદાન કેમ્પ દરમિયાન 19 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું, જે જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવનદાયી સાબિત થશે.
આ પ્રસંગે આરોગ્ય કર્મચારીઓએ રક્તદાનના મહત્વ વિશે સમજ આપી, “રક્તદાન એ મહાદાન” છે તે સંદેશ સાથે લોકોમાં માનવતાની ભાવના જાગૃત કરી હતી.
જાયન્ટ્સ સહિયર ઇન્ટરનેશનલ ગ્રુપ હિંમતનગરના પ્રમુખ અને તેમની ટીમ દ્વારા ઉપસ્થિત રહી સર્વે રક્તદાતાઓને પ્રોત્સાહિત ઇનામ પણ આપવામાં આવ્યા હતા.
