સાબરકાંઠા માં ખેડબ્રહ્મા તાલુકાના શિશ વલ્લા ગામે આરોગ્ય વિભાગ દ્વારા માસિક દરમિયાનની સ્વચ્છતા અને ટોબેકોના નુકસાન અંગે જનજાગૃતિ માટે કાર્યક્રમનું યોજાયો હતો. કાર્યક્રમનો હેતુ કિશોર-કિશોરીઓમાં આરોગ્યપ્રદ આદતો વિકસાવવી અને વ્યસન મુક્ત જીવન તરફ પ્રેરણા આપવાનો હતો. આ પ્રસંગે ગામના કિશોરો અને કિશોરીઓ સાથે પિયર એજ્યુકેટરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેઓએ પોતાના અનુભવ શેર કરતા માસિક સ્વચ્છતા વિશેની યોગ્ય સમજણ અને ટોબેકોના હાનિકારક પ્રભાવ અંગે ચર્ચા કરી હતી. કાર્યક્રમ દરમિયાન તમામ ઉપસ્થિતોએ વ્યસન મુક્ત જીવન જીવવાની પ્રતિજ્ઞા લીધી હતી.તાલુકા આરોગ્ય અધિકારી ખેડબ્રહ્મા, જિલ્લા આઈ.સી. અધિકારી તેમજ દેરોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના અધિકારીઓ અને કર્મચારીઓએ હાજર રહી માસિક સ્વચ્છતા જાળવવાના મહત્વ તથા ટોબેકોથી દૂર રહેવાના ફાયદાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
